Wednesday 23 November 2011

ગુજરાતી શેરો શાયરી

ગુજરાતી શેરો શાયરી



  • તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
    તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
    તુ જો આવીને મને સજીવન કરે,
    તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.


  • દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,
    એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,
    મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,
    તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.


  • જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,
    ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,
    ના વિચારો કે ભુલી જઈશું તમને,
    નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.


  • વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
    યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ,
    ના માનો તો કાંઈ નથી પણ માનો તો,
    દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.


  • સંબંધો આપણા સચવાય એવું કરજો,
    વફાના ફુલો ના કરમાય એવું કરજો,
    બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
    પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.


  • કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
    જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
    માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
    ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.


  • જાણે કેમ અમારી યાદ જુની થઈ ગઈ,
    તમારી યાદ માં અમારી આંખ ભીની થઈ ગઈ,
    એવી તે કઈ વાત થઈ ગઈ,
    કે તમને અમારી યાદ આવતી જ બંધ થઈ ગઈ.


  • સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ પુછી પુછીને થતો હશે પ્રેમ.


  • કોઈને પ્રેમની ખબર નથી હોતી,
    તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
    બહુ થોડાને મળે છે સાચો પ્રેમ,
    પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.


  • સમય સાથે બધુજ વહી જશે,
    માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
    હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
    અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.


  • પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
    સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
    ભીંજવીને તમારી આ સુંદર આંખો,
    ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.


  • દરેક શબ્દમાં બહુ ફરક હોય છે,
    ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે,
    એક પણ સવાલ સહેલો હોતો નથી,
    અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે.


  • ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
    ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
    ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
    બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.
  •  
  •  
  • Gujarati Jokes - Post 3



    • તમારી સાપનોની દુનિયામાં જરા અમને યાદ કરજો,
      કોઈ કામ પડે તો તરત સાદ કરજો,
      મને આદત છે SMS કરવાની,
      જો પસંદ ના હોય તો તમારા MOBILE  નો છૂટો ઘા કરજો.


    • NEW RECIPE OF MAGGI: ક્રિકેટર મેદાનમાં જાય ત્યારે પાણી મુકો, એ પહેલો બોલ રમે ત્યારે મસાલો નાખો અને એ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો.. MAGGI તૈયાર...


    • જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.

      .


      .


      તમારે પ્રગતિ કરવી હોય તો..


      .


      .


      .


      હું રોજ સવારે ચાલવા નીકળું છું, આવતા રહેજો.



    • સંતા રોજ સવારે ઉઠીને ઝાડની ડાળી પર બેસી જતો હતો, કેમ કે ....

      .


      .


      .


      .


      MBA કરવામાં ગાંડો (Mentally disturbed) થઇ ગયો હતો અને પોતાને BRANCH MANAGER માનતો હતો.


    • બાપુ સંતાને-મારા દાદા ૯૦ વર્ષ સુધી જીવ્યા પણ એમણે કદી glasses(ચશ્માં) નો ઉપયોગ નતો કર્યો.

      સંતા-બરાબર છે, ઘણા લોકો glass (પ્યાલો) નો ઉપયોગ નથી કરતા.. ડાયરેક્ટ બોટલમાં થીજ પી લે છે.



    • ટીચર એક છોકરીને-તારું નામ શું છે?

      છોકરી-
      AMITABH BACHHAN ને ધક્કો મારો.

      ટીચર-આ તે કેવું નામ?


      છોકરી-
      PUSH-PAA


    • સંતાએ સાયકલની દુકાન ખોલી. બંતા એની દુકાને આવ્યો અને કહ્યું મારે સાયકલ લેવી છે, પણ સરળ હપ્તે (easy installments) થી..

      સંતા-ઠીક છે, બોલો પહેલા પેન્ડલ લઇ જાસો કે સીટ.



    • મારા મિત્રના સપનામાં એના દાદા આવ્યા અને કહ્યું તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરજો, કેમકે અહી નર્કમાં અમને દીવાલ ઉપર માંડ-માંડ જગ્યા મળી છે.
     
     

No comments:

Post a Comment