Monday 21 November 2011

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

 

 

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

કેટલીક સ્ત્રીયોમાં સગભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસની બીમારીનું નિદાન થાય છે. સગભાવસ્થા દરમ્યાન શુગરનાં નિયંત્રણ માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર શરીરને પડે છે. વળી, આ અવસ્થામાં વધુ પ્રોટીન અને કાર્બાહાઇડેટની પણ ખોરાકમાં જરૂર ઉભી થાય છે. આ બંને પરિબળોને લીધે જે સ્ત્રીઓને મોટી ઉંમરે ડાયાબિટીસ થવાની શકયતા હોય એ સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાના ઉતરાર્ધમાં ડાયાબિટીસ દેખાવાની શકયતા રહે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની બીમારી લાગુ પડે તો કોઇ પણ પ્રકારના બાહ્યલક્ષણો જણાતાં નથી. એટલે દરેક સ્ત્રીમાં છઠ્ઠા અને સાતમા મહિના દરમ્યાન ગમે ત્યારે ૫૦ ગ્રામ ગ્લુકોઝ પીવડાવીને એક કલાક પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ માપવું જોઇએ. જોઆ પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા.્ર/ડે.લી. કરતાં વધુ આવે તો ભૂખ્યા પેટે ૧૦૦ગ્રામ ગ્લુકોઝ પીને ત્રણ કલાકનો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવવોે જોઇએ - જેમાં દર કલાકે લોહીની શુગર માપવામાં આવે છે. જો ડાયાબિટીસ હોવા છતાં સગર્ભાવસ્થા દરમ્યાન એનું નિદાન અને સારવાર ન થાય તો ગર્ભમાં બાળકનું કદ ખૂબ મોટુ (દા.ત. ચાર કિલો ચજનવાળું) થવાની શકયતા રહે શ્વે અને કયાર(ક મૃતજન્મપણ થાય છે. આ ઉપરાંત જન્મ પછી તરત બાળકના શરીરમાં શુગર કે કેલ્શિયમ ઘટી જવાની તકલીફ થાય છે. જો સગર્ભાવસ્થા શરૂ થાય એ પહેલાથી સ્ત્રીને ડાયાબિટીસ હોય તો કસુવાવડ થવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત, જો સગર્ભાસ્ત્રીને કિડનીને ડાયાબિટીસને કારણે નુકસાન થયુ હોય તો ઓછાવજનવાળુ બાળક જન્મે છે અને જન્મ પછી બાળકને ષ્ચાસોેષ્ચાસની તકલીફ થઇ શકે છે.માતાને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ થવાથી આંખનાં પડદા પર નુકસાન થઇ શકે છે; શુગર અચાનક ઘટી જઇને ચકકર આવવાની તકલીફ થાય છે.
સગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબિટીસના દર્દીની સારવાર શરૂઆતમાં માત્ર ખોરાકની પરેજીથી થાય છે. જો ખોરાકમાં પરેજી રાખવા છતાં લોહીમાં શુગરનુ પ્રમાણ ભૂખ્યા પેટે ૧૦૫ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ અથવા જમીને બે કલાકે ૧૨૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ રહે તો ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન શરૂ કરી દેવા જરૂરી છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની સારવાર માટે લોહીમાં શુગર ઘટાડી આપતી ગોળીઓની આડઅસર થતી હોવાથી એનો વપરાશ કરી શકાતો નથી. જેમને અગાઉથી ગોળીઓ ચાલુ હોય એમને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ગોળી બંધ કરીને ઇન્સ્યુલિન ચાલુ કરવુ પડે છે.

1 comment:

  1. "સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ" નુ લખાણ મારી વેબસાઇટ jivanshaili.in પરથી મારી જાણ બહાર નકલ કરાયેલ છે. - ડો. કેતન ઝવેરી
    The Gujarati material "સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ" pasted here has been copied from my website jivanshaili.in. - Dr. Ketan Jhvaeri

    ReplyDelete