Wednesday 23 November 2011

વરાત્રિ સ્પેશિયલ ૧૨ - મારો સોનાનો ઘડુલો રે

સ્વરઃ પ્રફુલ્લ દવે, હર્ષિદા રાવલ

મારો સોનાનો, ઘડુલો રે;
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે!

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર;
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે!

હે પચરંગી પાઘડી વા'લાને બહુ સોહે રાજ;
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર .......

હે અંગે અંગરખું વા'લાને બહુ સોહે રાજ;
હે કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

રેશમી ચોરણો વા'લાને બહુ સોહે રાજ;
હે મશરૂનો ચણિયો ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ;
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

દલડાંની ડેલીએ વા'લાનું રૂપ બહુ સોહે રાજ;
અંબોડે ફૂલ એક ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........
 
 

નવરાત્રિ સ્પેશિયલ ૧૦ - ચરર ચરર મારું ચકડોળ ચાલે

શબ્દઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ વિનોદ રાઠોડ
સંગીતઃ અવિનાશ વ્યાસ
ફિલ્મઃ મળેલા જીવ (૧૯૫૬) [મૂળ ગાયકઃ મન્ના ડે]

ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે

ઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઇના સાળા;
ઓ કરસન કાકા કાળા, ઓ ભૂરી બંડી વાળા.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હિંચકો હાલે;
નાના-મોટા, સારા-ખોટા, બેસી અંદર મ્હાલે.
અરે બે પૈસામાં બાબલો, જોને આસમાન ભાળે.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.

ચકડોળ ચડે ઊચે-નીચે, જીવતર એવું ચડતું પડતું;
ઘડીમાં ઊપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું.
દુઃખ ભૂલીને સુખથી ઝૂલો, નસીબની ઘટમાળે.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.


નવરાત્રિ સ્પેશિયલ ૮ - તારા વિના શ્યામ


શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે,
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે…

શરદપૂનમની રાતડી, હો હો… ચાંદની ખીલી છે ભલીભાતની;
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ
તારા વિના શ્યામ…

ગરબે ધુમતી ગોપીઓ, હો હો… સુની છે ગોકુળની શેરીઓ;
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…

અંગ અંગ રંગ છે અનંગનો / આનંદનો, હો હો… રંગ કેમ જાય તારા સંગનો;
પાયલ ઝણકાર સુણી, રુદિયાનો નાદ સુણી,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…

શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…


સોના વાટકડી રે - આશા ભોંસલે (Sad Version)

સ્વર: આશા ભોંસલે
સંગીત: ?અવિનાશ વ્યાસ
ફિલ્મ: ?ભાદર તારાં વહેતા પાણી (૧૯૭૬)
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં રે વાલમિયા
લીલા તે રંગનો છોડ રંગમાં રોળ્યાં રે વાલમિયા
હે એક નેણે ફાગુન વસે અને બીજે વરસે મેહ
હે એક દલ ને દો લાગણી હે મારો (....) ભીસે દેહ
સોના વાટકડી રે.....
હે હું એકનાર અભાગણી જેનો રૂઠ્યો રે કિરતાર
હે પીવા મારે સારણે તમે છોડ્યા ઘર ને દ્વાર
સોના વાટકડી રે.....
હે વહેલાં વળજો વાલમા તમે સુખની લઇ સવાર રે
હે ઓલ્યાં હરણો તરફડે એને વાગ્યાં વચનનાં બાણ
સોના વાટકડી રે.....
 
 

મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો

સ્વર : આશા ભોંસલે

મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો રસિયાએ
મારગડો રોકીને રંગ ઢાળ્યો
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો........

રંગદાર કામળી પગમાં પૈજણીયા
સૂરત સાંવરી ને નૈણ રે આંજણીયા
કેટલોયે સાંવરિયાને ટાળ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો........

વારતાં વારતાં હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ના ભાળ્યો
મારગડો રોકીને રંગ ઢાળ્યો.......

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તો યે ગુલાલ મારા કાળજડે લાગ્યો
મારું કાળજડું તોડીને એ તો હાલ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો.........
 
 

ઊંચી તલાવડીની કોર વેલેન્ટાઇનોત્સવ - 4

સ્વર : આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

ભીગી ભીગી જાય મારા સાડલાની કોર
આંખ મદેલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર

ના રહે આંખ્યુંનો તોર પાણી ગ્યા’તાં
પાણી ભરતાં રે જોયો સાહ્યબો

છાનું રે છપનું

સંગીત- અવિનાશ વ્યાસ
સ્વર- આશા ભોંસલે

છાનું રે છપનું કંઇ થાય નહીં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નહીં

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નહીં
 
 

No comments:

Post a Comment