Friday 25 November 2011

હાલ ૬૦ ટકા લોકોને ચહેરા ઉપર ખીલ થવાની સમસ્યા

હાલ ૬૦ ટકા લોકોને ચહેરા ઉપર ખીલ થવાની સમસ્યા

PDF


માનવીના જીવનમાં ત્રણ અવસ્થા આવે છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃધ્ધાવસ્થા.આમાં યુવાવસ્થા એ માનવીનો શ્રેષ્ઠ તબકકો કહેવાય છે.યુવાવસ્થામાં દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. કહેવાય છે કે .યુવાનોનો સાચો મિત્ર દર્પણ કે અરિસો હોય છે.પરંતુ ચાંદ જેવા ચહેરામાં ડાઘ સમાન ખીલ કે ફોલ્લીઓ થાય તો ચહેરો કુરુપ બની જાય છે અને તેથી જ આવા સમયે અનેક પ્રશ્નો ઊભા થાય છે કે આ ખીલ કયા કારણે થતા હશે ? ડો. મનિષ પરમાર આ અંગે જણાવે છે કે, ખીલ એ હમણા જોવા મળતો રોગ નથી એ વર્ષો જૂનો રોગ છે.તેવી જ રીતે ખીલ એ જીવલેણ કે અસાધ્ય રોગ નથી.યૈાવનમાં પ્રવેશતા જ વ્યકિતમાં શારીરિક ફેરફાર થાય છે.તેની સાથે ભાવાત્મક ફ્રફાર પણ થાય છે.આ ભાવાત્મક ફેરફાર એટલે લાગણીઓને કારણે થતી અસર.ખીલ થવાના અનેક કારણો છે જે દરેક વ્યકિત માટે અલગ અલગ હોય છે.આજે લગભગ ૬૦ ટકા લોકોને ખીલ થવાનો પ્રોબ્લેમ હોય છે. ખીલ કે ફોલ્લી થવાની પાછળ જુદા જુદા કારણો જવાબદાર છે.જેમકે શારીરિક ફેરફાર થતાની સાથે ખીલ થાય છે.તો કેટલાક હોર્મોન્સને કારણે રાસાયણિક ફેરફાર થતા જણાય છે.આથી તે ચામડી ઉપરના અસંખ્ય છિદ્રોને પણ પૂરી દે છે આ છિદ્રો દ્રારા જ શરીરની ચિકાસ અને કચરો બહાર ફેલાતો હોય છે.જે પૂરાઇ જતા ખીલની શરૃઆત થાય છે.તેવી જ રીતે વિદ્રાનો અને ચિકિત્સકોના મંતવ્યો અલગ છે.મોટાભાગે ખાવા પીવાની ખોટી આદતો કે ફાસ્ટફૂડને કારણે ખીલ થાય છે આજકાલ યુવક યુવતીઓ હોટલ કે રેસ્ટોરંટમાં વારંવાર જાય છે અને પીઝા, બર્ગર, કે ચરબીવાળા ચીકણા કે ભારે પદાર્થો આરોગે છે જેના કારણે શારીરિક તકલીફ તો થાય છે ઉપરાંત તે સુંદરતા પર પણ અસર કરે છે. આ ઉપરાંત સ્ત્રીઓને માસિકસ્ત્રાવ વખતે ખીલનો પ્રોબ્લેમ ઊભો થાય છે.વૈજ્ઞાાનિક દષ્ટિએ શરીરના હોર્મોેન્સમાં થતા ફેરફારને કારણએ ખીલ થાય છે.પ્રૌઢાવસ્થામાં પ્રવેશતી સ્ત્રીઓને રજોવૃતિના સમયે કે મોનોપોઝ વખતે પણ ખીલ થાય છે.આવા સમયે આહાર પર પૂરતુ ધ્યાન રાખવુ જોેઇએ. આ અંગે વધુ માહિતી આપતા વૈધ રમેશભાઇ ત્રિવેદી કહે છે કે કફ, વાયુ અને લોહી બગડવાથી યુવાનીમાં ખીલ થાત જોવા મળે છે. યુવાનીએ પિત પ્રકોપનો કાળ છે. આ પિત પ્રકોપ લોહીને બગાડવાનું કામ કરે છે.આ દુષિત લોહી કફ સાથે ભળીને મોં પરની ત્વચાની નીચે જે મેદપિંડો આવેલા છે તે મેદપિંડોના મોંને બેધ કરી દે છે. પરિણામે ખીલ થતા હોય છે.આ ઉપરાંત કેટલીક વખતે કોઇ જાણકારી વગર સૈાદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો પણ ખીલ કે ફોલ્લી થાય છે તેથી જે તે ક્રીમ કે મેકઅપ લગાવમાં આવે તેની પુરતી જાણકારી અને સારી બ્રાન્ડના વાપરવા જોઇએ અને તે એકસપાઇરી ડેટ ના ન હોવા જોઇએ. ખીલ એ આનુવંશિક પણ હોય છે.મા બાપને જેવા ખીલ થાય તેવા તેના બાળકને પણ થઇ શકે છે પરંતુ આવું દરેક વખતે બનતુ નથી તો કેટલાક નિષ્ણાંતોના મતે ખીલ થવાનું કારણ માનસિક ચિંતા કે તણાવ પણ હોય શકે છે તે ક્ટલીક નકારાત્મક લાગણીઓ પણ તેની પાછળ જવાબદાર છે. પરતું જરૃરી છે કે આ ખીલનો ઉપચાર કરવો તેના ઘરગથ્થુ ઉપચાર વૈધ રમેશભાઇ જણાવે છે.
ખીલનો ઉપચાર.....
કેટલાક લોકો એમ માને છે કે ખીલ તો થાય અને આપોઆપ મટી જાય પણ એવુ નથી, તેને મટાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઇએ અને સારવાર કરવી જોઇએ. જેમકે.. * ચારોળી કે જાયફળને દૂધમાં પીસીને તે લેપ ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. * કાળી માટીને પાણીમાં પલાળીને મોં પર લગાવાથી ફાયદો થાય છે. * કોથમીરનો રસ કાઢીને તાજો જ રસ મોં પર લગાવવો જોઇએ. * ખીલના ખાડા હોય તો તેના પર બદામના તેલથી માલિશ કરવું જોઇએ. * મોં પર લીંબુનો રસ લગાવાથી પણ ફાયદો રહે છે. * મધ અને લીંબુ ને ભેગા કરી તેને ઘસીને મોં પર લગાવવું જોઇએ. * ખીલના ડાઘ પર છાશથી ચહેરો ધોવાથી મોં પર કાળાશ, ચીકાશ કે ખીલના ડાઘ દુર થાય છે.અને ચહેરો મોહક બને છે. ટૂંકમાં કહીએ તો સામાન્ય છતા ચહેરાને કુરુપ બનાવતા ખીલનોે ઉપચાર કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

No comments:

Post a Comment