Monday 21 November 2011

બે કુતરા અને એક કોબ્રા વચ્ચે થઈ ‘મોતની લડાઈ’, જુઓ તસવીરો

 

બે કુતરા અને એક કોબ્રા વચ્ચે થઈ ‘મોતની લડાઈ’, જુઓ તસવીરો

 
 |  
 
 
મુંગરે શહેરના વિજય સિનેમા હોલના માલિકના બે કુતરાઓએ ઝેરી કોબ્રા સાથે લડીને પોતાના માલિક પ્રત્યે વફાદારીનો એક પુરાવો રજુ કર્યો છે. જો કે કોબ્રા અને કુતરાની લડાઈમાં એક કુતરો અને કોબ્રા સાપ મરી ગયા હતા.

કઈ રીતે થઈ હતી આ બન્ને વચ્ચે લડાઈ -
સિનેમા હોલના માલિક રણધીર સિંહે અઢી વર્ષ પહેલા બે ફ્રિજિયન જાતિના કુતરાઓને પટનાથી લાવ્યા હતા. તેમણે કુતરાઓનું નામ ‘ડોરા’ અને ‘જીમ્મી’ રાખ્યું હતું. લલ્લૂ પોખર નજીક પોતાના ઘર પર બીજા દિવસોની જેમ જ શનિવારની મોડી રાત્રે ઘરની તક્કેદારી રાખવા માટે કુતરાઓને ઘરની ચાર દિવાલોમાં ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા.

બસ આની વચ્ચે લગભગ પાંચ ફૂટનો કોબ્રા ઘરની અંદર પ્રવેશ કરવા લાગ્યો. કુતરાએ સાપને જોઈને જોર-જોરથી ભંસવા લાગ્યો. સાપ પર કુતરાની ભસવાની કોઈ જ અસર ન થઈ તો ‘ડોરા’ અને ‘જીમ્મી’એ સાપ પર હુમલો કરી દીધો. દરમીયાન સાપે ડોરાને કરડી લીધું. પરંતું મરતા પહેલા સાપે પણ કુતરાને કરડીને મોત આપી દીધું હતું. આવી રીતે કુતરાએ પોતાના માલિક પ્રત્યે વફાદારીનો પુરાવો પોતાના મ્રુત્યું દ્વારા અર્પણ કર્યો.

ડોરાની આ વફાદારી પર માલિકને પણ ગર્વ થઈ રહ્યું હતું. માલિકનું કહેવું છે કે, મોડી રાત્રે બાર વાગ્યા સુધી તે કુતરાઓની સાથે હતા. ત્યારબાદ તે ડોરા અને જીમ્મીને ત્યાંજ છોડીને ઉંઘવા માટે જતા રહ્યા હતા. લગભગ એક-બે વાગ્યાને આજુબાજુ આ લડાઈ થઈ. માલિક પ્રમાણે ઘટના વિશેની જાણકારી સવારે માલુમ પડી હતી.

સાથી કુતરાની આંખમાંથી આંસું બંધ નહોતા થતા -
બીજી બાજું પોતાનો સાથી છોડીને જતા રહેવાનો ‘ગમ’ અબોલા કુતરાને સતાવી રહ્યો હતો અને તે રહી ન શક્યો એટલે તેની આંખમાંથી પણ આંસુંની ઘારા વહેવા લાગી હતી.

કુતરા અને કોબ્રાની લડાઈ જોવા માટે ટોળાઓ એક્ઠા થયા -

કુતરાઓ અને સાપની લડાઈની કહાણી કોઈ અજાયબીથી ઓછી નથી. આની ખબર ફેલાતાની સાથે જ શહેરના લોકોની ભીડ રણધીર સિંહના ઘરે ઉમટી પડી અને આ કિસ્સો લોકોએ સાંભળ્યો તો બધા અશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

 

 

 

No comments:

Post a Comment