Monday 21 November 2011

ડુંગળીની સૂકી છાલ ખાઓ અને કેન્સર-ડાયાબિટીસને ભગાડો

ડુંગળીની સૂકી છાલ ખાઓ અને કેન્સર-ડાયાબિટીસને ભગાડો





મેડ્રિડ
, તા.૧૫
હવે તમે જ્યારે રસોડામાં રસોઈ કરતા હો ત્યારે ડુંગળીની ઉપરના ભૂખરા રંગના છાલનાં પડને નકામા સમજીને આ સૂકી છાલને ફેંકવાનું ટાળજો અને તેનો ખોરાકમાં ઉપયોગ કરજો કારણ કે તેમાં વ્યક્તિના સ્વાસ્થ્યને ફાયદો થાય તેવા તત્ત્વો રહેલા છે. ડુંગળીની છાલના બહારના ઉપરના બે ભૂખરા પડ સૂકા પડે પછી તેને ખાવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો સામે રક્ષણ મળે છે.

સંશોધકોના મત મુજબ ડુંગળીની છાલના ઉપરના બે ભૂખરા પડમાં ફાઈબર અને ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં છે અને તેમાં સલ્ફરસ કમ્પાઉન્ડ તથા ફ્રકટન્સ રહેલા છે જે શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીની આ છાલને કચરા તરીકે ગણીને ફેંકી દેવાની જરૂર નથી તેમાં પણ અસાધ્ય રોગોને મટાડે તેવાં તત્ત્વો રહેલાં છે અને આ કુદરતી તત્વો ઘણાં મૂલ્યવાન છે તેવું સ્પેનની મેડ્રિડ ઓટોનોમસ યુનિર્વિસટીના એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રી વિભાગના સંશોધક વેનેસા બેનિટેઝે જણાવ્યું છે.

ડુંગળીના દરેક હિસ્સાનો ઔષધ તરીકે મહત્તમ ઉપયોગ કરવા અને તેમાં રહેલા ઘટકોનો સ્વાસ્થ્ય જાળવણી માટે ઉપયોગ કરવા લેબોરેટરીમાં પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ પ્રયોગો પરથી જણાયું હતું કે ડુંગળીની છાલના ઉપરના બે ભૂખરા પડમાં નોન સોલ્યુબલ ટાઈપના ફાઈબરનું ભરપૂર પ્રમાણ રહેલું છે અને ક્વાર્સેટિન તથા ફ્લેવોનોઈડ્સ જેવા ફેનોલિક ઘટકો પણ રહેલા છે. જેનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે.

આવા ફાઈબર ખાવાથી હાર્ટના રોગોનું જોખમ ઘટે છે અને ગેસ થતો નથી તથા આંતરડાંના કેન્સર તેમજ ટાઈપ-ટુ પ્રકારના ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે અને મેદસ્વીતા દૂર કરી શકાય છે. હ્ય્દયમાં લોહીના પરિભ્રમણને તે જાળવી રાખે છે.

બીજા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી
, ગ્રીન ટી અને ઓલીવ લીફનો અર્ક મેદસ્વીતા ઘટાડે છે અને હાર્ટના રોગો, ડાયાબિટીસ તેમજ ફેટ્ટી લીવરના રોગો સામે રક્ષણ આપે છે. આ ચીજોમાં ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવા છતાં તેનાંથી ઉપર જણાવેલા રોગો સામે રક્ષણ મળે છે.
યુનિર્વિસટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડના પ્રોફેસર લિન્ડસે બ્રાઉનના જણાવ્યા મુજબ સુગર અને ફેટનું વધારે પ્રમાણ ધરાવતો ખોરાક આપીને ઉંદરો પર આ પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાણીઓના યકૃતમાં રહેલા દાહક સેલ્સનો ગ્રોથ આ ખોરાકથી અટકાવી શકાયો હતો. ઉંદરોને ડુંગળી
, ગ્રીન ટી અને ઓલિવનાં પત્તાંનો અર્ક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાજર અને ચીયા સીડ્સ ખવરાવવામાં આવેલા જેને કારણે તેના શરીરમાં ચરબી અને મેદસ્વીતા વધે તેવા સેલનું પ્રમાણ ઘટયું હતું અને વજનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
આવો ખોરાક લેવાથી તેના લીવરની કામગીરી સુધરી હતી અને હાર્ટની કામગીરી પણ વધારે સારી રીતે ચાલતી જોવા મળી હતી. બ્રાઉને કહ્યું હતું કે મેદસ્વીતાની સમસ્યાથી બચવા માટે લોકોએ ઓછું ખાવાને બદલે સાત્વિક અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

ડુંગળી અને ઓલિવ લીફના અર્કમાં ફ્લેવોનોઈડ એટલે કે રૂટિન નામનાં તત્ત્વો રહેલા છે જે સફરજન
, ચા તેમજ રેડ વાઈનમાં પણ જોવા મળે છે. જે આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે.
  • બહારના ઉપરનાં બે પડ ફાઈબર અને ફ્લેવોનોઈડ્સથી સમૃદ્ધ છે
  • ડુંગળી-ગ્રીન ટી-ઓલિવ લીફથી મેદસ્વીતા ઘટે છે

No comments:

Post a Comment