Friday 25 November 2011

ભારતનું આ મંદિર બની ગયું દુનિયાની પાંચમી અજાયબી

ભારતનું આ મંદિર બની ગયું દુનિયાની પાંચમી અજાયબી

- દિલ્હીના અક્ષરધામ મંદિરને 21મી ની સાત અજાયબીમાં સામેલ કર્યું છે
- દિલ્હીમાં આવેલું આ મંદિર એક પ્રમુખ પ્રતિયોગી બનીને ઉભર્યું છે
- લંડનના મેગેઝીન 'રીડર્સ ડાયજેસ્ટે' કહ્યું


જી હા, ભારતની રાજધાનીમાં આવેલા આ મંદિરને દુનિયાની સાત અજાયબીમાં પાંચમું સ્થાન મળ્યું છે. લંડનના મેગેઝીન 'રીડર્સ ડાયજેસ્ટે' દિલ્હીના અક્ષરધામ મંદિરને 21મી ની સાત અજાયબીમાં સામેલ કર્યું છે. બેજોડ સ્થાપત્ય કલા અને આકારના આધાર પર તેને દુનિયાની સાત અજાયબીમાં સામેલ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલ ચોક્કસ વાસ્તુશિલ્પનું અગ્રણી ઉદાહરણ છે પરંતુ દિલ્હીમાં આવેલું આ મંદિર એક પ્રમુખ પ્રતિયોગી બનીને ઉભર્યું છે.

આ મંદિરને સાત અજાયબીમાં સામેલ કરવાનું પાછળ લેખનમાં ઘણા તર્ક આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાત એ છે કે આ દુનિયાનું સૌથી વિશાળ હિન્દુ મંદિર છે. આ મંદિરમાં હસ્તશિલ્પથી તૈયાર 234 ખંભા છે. નૌકા વિહાર, આઇમેક્સ સિનેમા અને 20 હજાર મૂર્તિઓની સાથે વધુ સુંદર બને છે. એટલું જ નહીં તેને તૈયાર કરવામાં 1.20 કલાકનો માનવીય શ્રમ લાગ્યો છે એટલે કે જો એક વ્યક્તિ 640 ઇ.સ.માં આ મંદિર બનાવી રહ્યું હોય તો હજુ આ બનીને તૈયાર પણ ન થયું હોત.

પરંતુ તમને બતાવી દઇએ કે આ મંદિરને બનાવવામાં 11હજાર શિલ્પકારોની ફોજ લાગી હતી. જેનાથી આ મંદિરને 5 વર્ષમાં બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યું. મંદિરમાં સૌથી વધુ અશ્ચર્યચકિત કરનાર વાત એ છે કે આ પૂરી ઇમારતમાં ક્યાંય પણ કોંક્રીટ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પૂરી ઇમારત ગુલાબી પત્થરોના ખંડોને જોડીને તૈયાર કરવામાં આવી છે.

મેગેઝીનમાં 21મી સદીના દુનિયા સાત આશ્ચર્યોમાં સામેલ છે. સ્પ્રિંગ ટેમ્પલ બુધ્ધા ચીન, બહાઇ મંદિર (ઇઝરાયલ), કેવ ઓફ ક્રિસ્ટલ (મેક્સિકો), મ્યુઝિયમ ઓફ ઇસ્લામિક આર્ટ (કતાર), અક્ષરધામ મંદિર (નવી દિલ્હી), ધ દરવાજા ગેસ ક્રેટર (તુર્કેમેનિસ્તાન), મિલા વાયડક્ટ (ફ્રાન્સ).

No comments:

Post a Comment