Friday 25 November 2011

મા તે મા

મા તે મા



મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. – દારગ્રેવ
તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. – હઝરત મહંમદ પયગંબર
માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી. – બલ્વર લિટન
યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. – શેકસપિયર
માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. – મહાભારત
બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. – નેપોલિયન
જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. – રમેશ જોષી
માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. – બેફામ
માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છે, મારી મા. – ખલિલ જિબ્રાન
બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. – સ્વામી રામતીર્થ
હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. – અબ્રાહમ લિંકન
માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. – ફેડરિલ હેસ્ટન
માતા ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. – હેલન કેલર
બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે.
 

દીકરી

દીકરી
દીકરીનો જનમ થાશે રે પછી,
ઘરમાં લક્ષ્મીનો ભંડાર આવશે રે.

દીકરીની આંગળી પકડીને એ તો,
શાળાએ મૂકવાને જાશે રે.

દીકરીને મૂકવા શાળાએ જાશે પછી,
જોયેલા સપના સાચા થાશે રે.

દીકરીનું સપનું સાકાર કરવા,
એડીચોટીનું જોર લગાવશે રે.

દીકરીનું સગપણ કરવાને માટે એ તો,
અનેક મુરતિયા જોઈ નાંખશે રે.

દીકરીનું સગપણ નક્કી થયા પછી,
સાસરે વળાવવાના કોડ જાગશે રે.

દીકરીનું પાનેતર ખરીદવા જાશે પછી,
જુદાઈના બીજ રોપી આવશે રે.

દીકરીના લગનનું ટાણું રે આવશે,
હરખથી હાથ પીળા કરશે રે.

દીકરીની વિદાયનો સમય આવશે,
ચોધાર આંસુડા છલકાશે રે.

દીકરીને ભેટીને કાનમાં રે કેશે,
સસરાનું ઘર તું ઉજાળજે રે.

દીકરીને વળાવવા પાદરે જાશે પછી,
પાદરનો રસ્તો કાપી લાવશે રે.

દીકરી વળાવીને ઘરે સૌ આવશે,
તાજા રે પગલાં સહુ શોધશે રે.

દીકરીના પગલાં શોધીને થાકશે પછી,
દીકરીની ખોટ સહુને સાલશે રે.

No comments:

Post a Comment