Friday 25 November 2011

લાંબુ જીવન જીવવા માટે મધ એક ઉત્તમ ઔષધ છે

લાંબુ જીવન જીવવા માટે મધ એક ઉત્તમ ઔષધ છે



* મધ એ શરીરમાં ઉતમ પાચક તરીકે સાબીત થયુ છે.
* લાંબુ જીવન જીવવા માટે મધનું સેવન કરવું જોઇએ. * મધને ઘા પર લગાવવાથી જીવાણુંઓનો નાશ થાય છે.
* તાવમાં ખોરાકનું પાચન ન થતું હોય તો મધ લેવાથી ફાયદો 
* ટાઇફોઇડ તથા ન્યુમોનિયામાં તો દર્દીને મધ લેવાની સલાહ 
* બ્યુટી ટ્રીટમેન્ટસ તરીકે મધ તથા દુધનો ઉપયોગ ફાયદાકારક
* એક કપ દુધ અથવા એક કપ પાણીમાં એક મોટી ચમચી મધ નાંખીને પીવાથી ડાયાબીટીસ અને સંધિવાના દર્દીને ફાયદો
* દ્રાશ, હળદર અને મધને લસોટી આ ચાટણી સવાર સાંજ લેવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. 
* ગોખરુ, મધ, અને દ્રાશ ત્રણે સરખા ભાગે મિશ્ર કરી ખાંડી ચૂર્ણ બનાવી લેવું અને તે ચૂર્ણ સવાર સાંજ લેવાથી ગર્ભપાત પછીનો પેડુનો દુખાવો મટે છે.
* મધથી શરીરમાં રહેલી ચરબી દુર થાય છે
બદલાતી ઋતુની સાથે પાંચતત્વોથી બનેલા શરીરમા રોજ નવી નવી બીમારીઓ થાય છે.અને કેટલીક નાની નાની બીમારીના ઉપચારમાં લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા થયા છે.ત્યારે આપણે ત્યા એવા ઘણાય ઐાષધો અને આયુર્વેદીક ઉપચાર દ્રારા લોકો જે તે બીમારીથી છુટકારો મેળવી શકે છે. આધુનિક જીવનશૈલીને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે બેપરવાહ બન્યા છે, તો કેટલાક લોકો કુદરતી ઐાષધોથી થતા ઉપચારોને અપનાવે છે
એમાં વાત કરીએ મધની તો મધ એ સ્વાસ્થ્ય માટે ઉતમ પુરવાર થાય છે. તે અંગે વિગતે જણાવતા વૈધ ગણપતભાઇ શાસ્ત્રી કહે છે, પુરાણકાળથી ભારતમાં મધનો વપરાશ થતો આવ્યો છે.આ ઉપરાંત ઇજિપ્ત અને ગ્રીસમાં પણ મધ વપરાતુ હતુ, આજે મધ આખી દુનિયામાં વપરાતું થયુ છે. મધમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શ્યિમ, સોડિયમ અને પોટેશિયમ રહેલા છે.જેનાથી શરીરના મોટાભાગના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
આમતો આજે બજારમાં અનેક જાતના મધ મળે છે એટલેકે કેટલાક દ્રવ્યો દ્રારા બનાવવામાં આવતુ મધ આજે બજારમાં સહેલાઇથી મળી શકે છે, પરંતુ જે સ્વાસ્થ્યને અસરકારક મધએ બહુ ઓછી જગ્યાએ મળે છે. એક અભ્યાસ દ્રારા જાણવા મળ્યુ છે કે, ફુલો ધરાવતા જંગલી વૃક્ષો અને ઘાસના મેદાનોની આસપાસના શહેરોમાં ફરતી મધમાખીઓનો મધ વધારે સ્વાદિષ્ટ હોય છે, ઉપરાંત ઉપ-નગરીય વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતા લીંબુના બગીચામાંથી પોતાનું ભાજન એકત્ર કરનારી મધ માખીઓનો મધ વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ હોય છે.
ન્યુટ્રીશનીસ્ટસનાં સંશોધન અનુસાર જાણવા મળ્યુ કે, પાલક, સફરજન, નારંગી, કેળા, સ્ટ્રોબેરી વગરેમાં જેટલા એન્ટી ઓકિસડન્ટસ હોય છે તેટલા જ તત્વો મધમાં રહેલા છે. જે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. મધમાં રહેલા એન્ટી ઓકિસડન્ટસ બ્લડ લેવલ પર હકારાત્મક અસર ઉભી કરે છે. વૈધ ગણપતભાઇ જણાવ ેછે કે, પુરાણકાળમાં તો ઓલિમ્પીક દરમિયાન ગ્રીસમાં મધનો મહતમ ઉપયોગ કરવામાં આવતો જોમાં ખેલાડીઓને હુંફાળા પાણીમાં મધ નાખીને પીવડાવવામાં આવતુ જેનાથી તેમની શકિત જળવાઇ રહેતી જે આજના સમયમાં ખૂબ જ જરૃરી છે.
સ્વાસ્થયપ્રદ લાંબુ જીવન જીવવા માટે મધ ઉતમ ઐાષધ છે. મધના એનેક ગુણો છે જેનાથી સ્વાસ્થય સંબંધી તકલીફો દુર થઇ શકે છે.

No comments:

Post a Comment