Showing posts with label vipul. Show all posts
Showing posts with label vipul. Show all posts

Friday, 25 November 2011

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ


મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

નામ જન્મ મૃત્યુ
મહારાણા પ્રતાપ ૦૯/૦૫/૧૫૪૦ ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી ૧૯/૦૨/૧૬૩૦ ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ ૧૯/૧૧/૧૮૩૫ ૧૮૫૭
લોકમાન્ય ટિળક ૨૩/૦૭/૧૮૫૬ ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા ૩૦/૧૦/૧૮૫૭ ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા ૨૪/૦૯/૧૮૬૧ ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ ૧૨/૦૧/૧૮૬૩ ૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર ૧૯/૦૯/૧૮૬૭ ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા ૨૮/૧૦/૧૮૬૭ ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી ૦૨/૧૦/૧૮૬૯ ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા ૧૮૭૦ ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ ૧૫/૦૮/૧૮૭૨ ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ ૩૧/૧૦/૧૮૭૫ ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા ૧૫/૧૧/૧૮૭૫ ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર ૨૮/૦૫/૧૮૮૩ ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા ૦૭/૦૬/૧૮૮૮ ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર ૦૧/૦૪/૧૮૮૯ ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ ૧૬/૧૦/૧૮૮૯ ૧૯૫૬
ખુદીરામ બોઝ ૦૩/૧૨/૧૮૮૯ ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર ૧૪/૦૪/૧૮૯૧ ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ ૨૩/૦૧/૧૮૯૭ ૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ ૧૧/૦૬/૧૮૯૭ ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ ૨૬/૧૨/૧૮૯૯ ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન ૨૨/૧૦/૧૯૦૦ ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ૦૭/૦૭/૧૯૦૧ ૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી ૦૨/૧૦/૧૯૦૪ ૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ ૨૩/૦૭/૧૯૦૬ ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ) ૧૯/૦૨/૧૯૦૬ ૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ ૨૮/૦૯/૧૯૦૭ ૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ ૧૯૦૮ ૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા ૧૮/૦૯/૧૮૮૩ ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા ૦૩/૦૩/૧૯૧૦ ૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી ૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય ૨૫/૦૯/૧૯૧૬ ૧૧/૦૨/૧૯૬૮

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

નામ માતાનું નામ પિતાનું નામ જન્મસ્થળ
મહારાણા પ્રતાપ મહારાણી જીવંત બાઈ મહારાણા ઉદયસિંહ પાલી શહેર રાજસ્થાન
છત્રપતિ શિવાજી જીજાબાઈ શાહજી ભોંસલે શિવનેરી કિલ્લો
રાણી લક્ષ્મીબાઈ ભાગીરથીબાઈ મોરોપંત તાંબે વારાણસી
લોકમાન્ય ટિળક પાર્વતીબાઈ ગંગાધર ટિળક ચિખલ ગાંવ
શ્યામજી કૃષ્ણવર્મા ગોમતીબાઈ કરસનદાસ માંડવી
મેડમ કામા   સોરાબજી પટેલ મુંબઈ
સ્વામી વિવેકાનંદ ભુવનેશ્વરીદેવી વિશ્વનાથ દત્ત સિમુલિયા
પંડિત સાતવળેકર લક્ષ્મીબાઈ દામોદર પંત કોલ ગાંવ
ભગિની નિવેદિતા મેરી સેમ્યુઅલ નોબલ ડનગાનોમ
ગાંધીજી પૂતળીબાઈ કરમચંદ ગાંધી પોરબંદર
સરદારસિંહ રાણા ફૂલજીબા રવાભાઈ કંથારિયા
મહર્ષિ અરવિંદ સ્વર્ણલતા ડો.કૃષ્ણધન ઘોષ કલકત્તા
સરદાર પટેલ લાડબાઈ ઝવેરભાઈ નડિયાદ
બિરસા મુંડા કરમી મુંડા સુગના મુંડા ઉન્નિહાતુ
વીર સાવરકર રાધાબાઈ દામોદર પંત ભગુર
ભાઈકાકા   દ્યાભાઈ સોજીત્રા
ડો.હેડગેવાર રેવતીબાઈ બલિરામ નાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈ રંગબા જયકૃષ્ણ દવે વઢવાણ
ખુદીરામ બોઝ લક્ષ્મીપ્રિયા ત્રૈલોકનાથ મોહબની ગામ
ડો.આંબેડકર ભીમાબાઈ રામજી આંબડવા
સુભાષચંદ્ર બોઝ પ્રભાવતીદેવી જાનકીનાથ કોદાલીય ગામ
રામપ્રસાદ બિસ્મિલ   મુરલીધર શાહજહાનપુર
વીર ઉધમસિંહ (શીખપંથ અંગિકાર કર્યા પછી) નારાયણીદેવી (હરનામકૌર) ચૂહડરામ (ટહેલિસંહ) સુનામ
અશફાક ઉલ્લાખાન મજહુર નિશાબેગમ શકીલ ઉલ્લાખાન શાહજહાનપુર
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી યોગમાયા આશુતોષ મુખર્જી કલકત્તા
લાલબહાદુર શાસ્ત્રી રામદુલારી દેવી શારદાપ્રસાદ મોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદ જગરાનીદેવી બૈજનાથ અલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ) લક્ષ્મીદેવી સદાશિવરાવ નાગપુર
ભગતસિંહ વિદ્યાવતી કિશનસિંહ બંગાગામ
બાબુ ગેનુ કોંડાબાઈ જ્ઞાનબા સઈદ મહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરા   ડોકટર દિત્તા અમૃતસર
રામમનોહર લોહિયા   હીરાલાલ નબીરપુર
કેપ્ટન લક્ષ્મી કાંચન ગોપાલન મેનન ચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાય રામપ્યારી ભગવતીપ્રસાદ નગલા ચં

દુનિયાની સાત અજાયબી

દુનિયાની સાત અજાયબી : ( દશ અજાયબી કેમ નહીં ?? )

સૈકાઓથી આપણે આંગળીના વેઢે દુનિયાની સાત અજાયબી ગણ્યા કરીએ છીએ, ’તાજ મહાલ’ને આંખ બંઘ કરીને ગણાવતા, પણ હવે દિવસો બદલાઇ ગયા છે. થોડા મહિનાઓ પહેલા ’ સેવન વંડર્સ ’ માટે પબ્લિક સર્વે કરવામાં આવ્યું. સદનસીબે ’તાજ મહાલ’ની ગણત્રી થઇ ગઇ, પણ જરા અજુક્તું લાગ્યું. ટી.વી સેટ ઉપર આપણે તાકીને બેઠા હતાં. ટી.વી. ઉપરથી જાહેર થયું કે ’તાજ મહાલ’ની ગણના સાત અજાયબીઓમાં થઇ ગઇ, અને આપણે ફટાકડા ફોડ્યા. જેમ ભારતની ક્રિકેટ ટીમ જીતીજાય છે અને ફટાકડા ફુટે છે તેમ, શું દર વખતે આપણે ’તાજ મહાલ’ માટે લાઇન લગાવીને ઉભું રહેવાનું ? જ્યારે નવી અજાયબીઓ બનતી જાય છે, તો અજાયબીઓની સંખ્યાની ગણત્રી દશ ન કરી શકાય ? ખેર એ બધું આપણાં હાથમાં નથી, પણ ’તાજ મહાલ’ની ગરિમા આપણાં માટે તો એટલી જ છે, જેટલી પૂ. ગાંધીજી માટે છે, જેટલી કવિવર ટાગોર કે શહીદ ભગત સિંહ માટે છે.  
 ”તાજ મહાલ” વિષે થોડીક માહિતી 
ચાર કરોડ, અગીયાર લાખ, અડતાળીશ હજાર, આઠસો છત્રીસ રૂપિયા, સાત આના અને છ પાઇ જેટલો ખર્ચો “ તાજ મહાલ “ બનાવવામાં થયો હતો. આવું  ’અમ્લ- ઇ -સાલીહ’ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. દુનિયાભરનાં કારીગરો આવ્યા હતાં. સમરકંદથી મુહમ્મ્દ શરીફ, લાહોરથી કઝીમ ખાન, જેણે તાજ મહાલની સૌથી ઉંચી ટોચ બનાવી હતી. દિલ્હીના એક પીરા નામના માણસે ઘુમ્મટની આસપાસ માચડો બાંધ્યો હતો અને ઘુમ્મટનું મધ્યબિંદુ ગોઠવવામાં મુખ્ય કામ કર્યું હતું. શિરાઝથી અમાનત ખાન, બગદાદથી કાદર ઝમાન અને મુહમ્મદ ખાન.શામથી રૌશન ખાન આવ્યો હતો. જેણે આરસામાં આયાતો કોતરી હતી. અંદરનું બધું કામ કનોજના ચિરંજીલાલે કર્યું હતું. તેની સાથે ત્રણ મુખ્ય કારીગરો હતાં. છોટીલાલ, મન્નુલાલ, અને મનોહર સિંઘ. અંદર ફુલો કોતરનારા બોખારાથી આવ્યાં હતાં. અતા મુહમ્મદ અને શકર મુહમ્મદ. ત્રણ દિલ્હીના હતાં. બનુહાર, શાહમલ અને ઝારાવર. બહારની બાગ બગીચાની યોજના રામલાલ કાશ્મીરી નામનાં માણસે કરી હતી. બધાનો ઉપરી હતો ઇશા નામનો માણસ. 
 

Wednesday, 23 November 2011

અમે ગીત ગગનનાં ગાશું

અમે ગીત ગગનનાં ગાશું

શબ્દઃ ઉમાશંકર જોશી
સ્વરઃ સાધના સરગમ
સંગીતઃ શ્યામલ-સૌમિલ મુ્ન્શી
આલ્બમઃ હસ્તાક્ષર

અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય


અમે સૂતા ઝરણાને જગાડ્યું

શબ્દ - ઉમાશંકર જોશી
સંગીત - શ્યામલ - સૌમિલ મુન્શી
સ્વર - વિરાજ-બિજલ ઉપાધ્યાય
આલ્બમ - હસ્તાક્ષર

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,

કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.



ઝેર તો પીધાં જાણી જાણી

સ્વર : રેખા ત્રિવેદી
ભજન : મીરાબાઇ

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઓછાં રે પડ્યાં

ઓછાં રે પડ્યાં

સ્વર: વિરાજ-બિજલ ઉપાધ્યાય
શબ્દ-સંગીત: અવિનાશ વ્યાસ

લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત

ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા … પૂનમ તારાં

કોઇ થાતું રાજી ને કોઇ જાતું દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારાં જોને ઝગડ્યાં … પૂનમ તારાં

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારું અજવાળુ તોય મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂંટતાં ખુદ રે લૂંટાયા
કે જાવું’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા … પૂનમ તારાં

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે મારી પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધૂરો
કે હસતાં નયણાં એ જોને મોતીડાં મઢ્યા … પૂનમ તારાં


એમનો ચહેરો અરે!


એમનો ચહેરો અરે!
ફૂલ ત્યાં પાણી ભરે!

યાદ છે ત્યાં ખેતરે

એ પ્રસંગો સાંભરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

સ્વપ્ન છે કે શું અરે!

આજ એ મારા ઘરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

દ્રશ્ય ભીની ને સભર

ક્યાં ગઇ એ સાંજ રે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા

શબ્દ: ભાગ્યેશ જહા
સ્વર: સોલી કાપડિયા
આલ્બમ: આપણા સંબંધ

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓનાં નામ
તમે નદીઓના ડૂબેલાં ગાન

અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઊગતું જોયું ને તમે યાદ આવ્યાં

શનિવાર, 7 નવેમ્બર, 2009

પવનથી પાતળી ક્ષણમાં

સંગીત: મેહુલ સુરતી
શબ્દ: પ્રજ્ઞા વશી
સ્વર: રત્ના જાદવાણી
આલ્બમ: સાતત્ય

પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે
જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે

ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે
સફર સંવેદનાની કંઇ ખૂંદીને ઘર બનાવ્યું છે

ખબર છે કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી
ને પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે


ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
સ્વર: લતા મંગેશકર
ગીત: ચતુર્ભુજ દોશી
સંગીતઃ અવિનાશ વ્યાસ

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું
એ… હું તો નીસરી ભરબજાર જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

એ… લાજી રે મરું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત જી રે
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડીયું ઝાકઝમાળ જી
એ… જોબન ઝરુખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘૂંઘરમાળ જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

રાત ઢળીને ઘેરા ઘડિયાળાં વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોર જી
એ… તો ય ન આવ્યો મારો સાહ્યબો સલૂણો
જાગી આઠે પહોર જી

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

હું હાથને મારા ફેલાવું

શબ્દ : નાઝિર દેખૈયા
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અસ્મિતા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.




આપણા મલકના માયાળુ માનવી (હાલોને આપણા મલકમાં)

સ્વરઃ ?પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ

હે..... હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે.....મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે.......જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.
આપણા મલકમાં ઓઢણ ઓરડા
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મે'રબાન
રિયોને આપણા મલકમાં...
વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.
આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
રોજ પરભાતે (............)
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.
આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
(....) માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.
આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
(નોંધઃ આ લોકગીત મેં સાંભળીને તેના શબ્દો અહીં લખવાનો પ્રયાસ કર્યો છે. અમુક શબ્દો મને સમજાતા નથી ત્યાં જગ્યા છોડી છે. આપ સૌને વિનંતિ કે આ લોકગીતના શબ્દો મને પહોંચાડશો તો આભારી થઇશ.)

સોના વાટકડી રે

સ્વર : દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં રે વાલમિયા,
કાંબિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં રે વાલમિયા,
ગૂજરીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે હારડો સોઇ રે વાલમિયા,
પારલા ની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં રે વાલમિયા,
ટીલડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં રે વાલમિયા,
વાળિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

અંગ પરમાણે રે કમખો સોઇં રે વાલમિયા,
ચુંદડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી


સ્વરઃ હેમુ ગઢવી, દીના ગાંધર્વ
દુહોઃ
હે....... જોને પ્રેમ પ્રેમ તો સહુ કહે પણ પ્રેમ ન જાણે કોઇ
હે....... પણ જાણે તો તો આ જગતમાં પછી જુદા રહે નહીં કોઇ

છંદઃ
બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા કરે બેહાલા બનવાલા
જા કિશન કાલા વિપદ વિશાલા દિનદયાલા નંદલાલા
આયે નહીં આલા ક્રિષ્નકૃપાલા બંસીવાલા બનવારી
કાનલ સુખકારી મિત્રમુરારી ગયે બિસારી ગિરધારી

હે… શ્રાવણે સારા, હૃદયે ઝાલા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ચોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…

સ્વર: ????

મંગળવાર, 26 મે, 2009

શિવાજીનું હાલરડું

આ બ્લોગના એક મુલાકાતી માવજીભાઇની હેમુ ગઢવી માટેની ફરમાઇશ
સ્વર: હેમુ ગઢવી, ચેતનભાઇ ગઢવી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

હેમુ ગઢવી

દુહાની રમઝટ - 1

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે
વન્શમે વ્રુધ્ધિ દે બાકબાની

હ્રદય મે ગ્યાન દે, ચિત્ત મે ધ્યાન દે
અભય વરદાન દે શમ્ભુરાની

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સમ્પુર્ણ કર દાસ જાની

સજ્જન સે હિત દે, કુટુમ્બ સે પ્રીત દે
જન્ગમે જીત દે મા ભવાની!

દુહાની રમઝટ-2



હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!

એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો’ય ક્યાંય ના મેળ મળે લગાર..!

હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!

કસુંબીનો રંગ

શબ્દ : ઝવેરચંદ મેઘાણી
ગાયક : ચેતન ગઢવી
સંગીત : સંજય ધકાણ
આલ્બમ : લોકસાગરના મોતી - 2

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને


“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”


“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી,
પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું.

પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે,
હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે.

ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.

શ્વાસોની ઘુંટાતી ગરમીમાં શબ્દો ઓગળી જાયછે,
મૌનની મ્હેક્તી નરમીમાં આંખો ચહેકી જાય છે.

પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

સ્વપ્ન જે થયું સાકાર, તે અકલ્પ્ય અનુભવ છે.
પ્રેમ થકી સ્વર્ગલોક પામ્યાનો જ અહેસાસ છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

   ****************

પ્રેમ અને પ્રણય ….!


સાચા પ્રેમની શરૂઆત …..


“ચારિત્રવાન પુરુષની સંપત્તિ”


પતિ અને પત્નીને એક બીજાનો ઈન્તેજાર …


પતિ પત્નીના જીવનમાં રાગ….


જીવનમાં પ્રેમ નું સ્થાન”


LOVE is the best and most beautiful things in this world.





LOVE is the best and most beautiful things in this world. It cannot be seen or even heard, but must be felt with the heart.

LOVE is any of a number of emotions and experiences related to a sense of strong affection and attachment. The word love can refer to a variety of different feelings, states and attitudes, ranging from generic pleasure to intense interpersonal attraction. The word love is a verb and a noun, meaning, combined with the complexity of the feeling involved, makes love unusually difficult to consistently define, even compared to other emotional states. Love usually refers to a deep, ineffable feeling of tenderly caring for another person.


Love is a strange thing. It can be the most amazing feeling in the world, or it can really hurt, but in the end love is something most, if not all of us, will face. Love is the master-key that opens the gates of happiness. Love has no awareness of merit or demerit; it has no scale… Loves makes your soul crawl out from its hiding place. Love is sustained by action, a pattern of devotion in the things we do for each other every day.



LOVE is very patient and kind. It’s never jealous, never boastful nor proud; never rude and not self-seeking. It is not prone to anger; neither does it brood over injuries. Love does not rejoice in what is wrong but rejoices with the truth.
LOVE never fails, but conquers all.


Paru Krishnakant ‘Piyuni’

મારા વિષે થોડું..


“જીવન પિયુનીએ એવું જીવ્યું”


જીવન મેં કંઈ એવું જીવ્યું ,
એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
પ્રેમનું ઝરણું બની વહ્યું ,
લાગણીઓની લહેરખીએ ચઢી,
ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું .
ખુદને ઓગાળીને રહેવાને ચાહ્યું ,
પ્રિયજનોમાં એકરસ થવાને ચાહ્યું .
આદર્શોને દિલમાં આરુઢી ,
આદ્રતાથી આરાધવાને ચાહ્યું .
સ્વજનોના હ્રદય મહીં,
મોગરો બનીને મહેકવાને ચાહ્યું .
પિયુને આધીન રહીને ,
આભલું મેં તો આંબવાને ચાહ્યું .
અભિલાષાઓ અનાવિલ મનમાં ધરીને ,
પ્રેમ અમૃત મેં તો ચાખવાને ચાહ્યું .
પ્રાર્થુ હમેંશા હું તો પ્રભુને,
ન તૂટે આ સુખ સ્વપ્ન ,
ન છુટે આ મીઠી તંદ્રા ,
લાગે કદીના જરૂર મુજને ‘મારી’ ,
ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ !
પારૂ કૃષ્ણકાંત…….. “પિયુની”